ફાયર સેફટી એક્ટની અમલવારી પર ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે. જેના પર આજે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની બેન્ચ સમગ્ર મુદ્દે સુનાવણી કરશે. તાજેતરમાં જ અમદાવાદના શાહીબાગમાં આવેલી હાઈરાઈઝ ઈમારતમાં આગ લાગતા એક કિશોરીનું મોત નિપજ્યું હતું. જેમાં ફાયર સેફટીની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. આ મુદ્દાને ઘ્યાને લઈ હાઈકોર્ટે ફાયર સેફટી એક્ટની અમલવારી અને તેને લગતા મુદ્દાઓ પર જાહેર હિતની અરજી નોંધી છે.