ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી હોવાના સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતમાંથી અત્યાર સુધીમાં કરોડોનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. ત્યારે હવે અમદાવાદમાંથી પણ લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગુજરાત ATS એ રૂપિયા 27 લાખનું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. ગુજરાત ATS એ અમદાવાદના લાલ દરવાજા પાસેથી એમડી ડ્રગ્સ ઝડપ્યું છે.