રાજ્યભરમાં આજથી ટ્રાફિકના નવા નિયમ અમલી બન્યા છે. શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને દંડ્યા હતા. જો કે ટ્રાફિકના નવા નિયમોને લઈને તેમજ ક્યાંક આકરા દંડને લઈને લોકોમાં નારાજગી જોવા મળી છે.
નવા ટ્રાફિક નિયમના અમલી થતા જ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને દંડ વસુલાત હાથ ધરી હતી. મોટા ભાગે હેલ્મેટ પહેરવામાં લોકોએ પોલીસ સમક્ષ બહાનાઓ બતાવ્યા હતા. એટલુ જ નહિ ટ્રાફિકના નિયમોને લઈને હજુ પણ વાહનચાલકોમાં અવરેનેસ નહિ હોવાના દ્રશ્યો અને હેલ્મેટ વગર જ બિન્દાસ ફરી રહેલા વાહનચાલકોના દ્રશ્યો કેમેરામા કેદ થયા હતા.
બીજીતરફ રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલક પાસેથી પણ પોલીસે 500 રુપિયાનો દંડ વસૂલ્યો હતો. જો કે હેલ્મેટ નહિ પહેરવા બાબતે વાહનચાલકોએ દંડથી બચવા વાહનચાલકોએ માથામાં દુઃખે છે. ડેકીમાં છે પણ પહેર્યું નથી, નિયમનો ખ્યાલ નથી, તેવા બહાના પણ બતાવ્યા હતા. બીજીતરફ સરકારી વાહનો જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
ખંભાતથી ડિસા જઈ રહેલી એસ.ટી. બસના ચાલકે જ સીટ બેલ્ટ પહેર્યો નહિ હોવાથી તેની પાસેથી 500 રુપિયાનો દંડ વસૂલાયો હતો. બીજીતરફ એએમટીએસની સીટીબસ હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણના વાહનો હોય તમામ વાહનચાલકો નિયમોનો ભંગ કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આમ ટ્રાફિક વિભાગે આ નિયમોને કડક પણે અમલ કરવાની કવાયત હાથ ધરી છે તેમ છતાં નિયમના અમલીકરણના પહેલા દિવસે જ નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો.