અમદાવાદનાં ગોતા વિસ્તારનાં વસંત વિહારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં 5 લોકો દટાયાની આશંકા સેવાઈ હતી. જોકે બાદમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ટાંકી તુટવાની દૂર્ઘટનામાં કોઇ જ દટાયું નથી. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. કોર્પોરેશન અને ઔડાની ટીમ પણ ઘટના સ્થળે છે. ગોતા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે.
ઘટના સ્થળે હાજર ફાયરબ્રિગેડની ટીમનું કહેવું છે કે, જર્જરિત ટાંકી હાઉસિંગ બોર્ડ દ્વારા ટાંકી તોડવાનું કામ ચાલી રહ્યુ હતુ. તે સમયે જ તે ધરાશાયી થઇ હતી. AMC ફાયર બ્રિગેડ ઓફિસર રાજેશ ભટ્ટનાં જણાવ્યા અનુસાર, આ ટાંકી ઘરાશાયી થવામાં કોઇ જાનહાની કે ઇજાની ઘટના બની નથી. હાલમાં ટાંકીનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. હાઉસિંગ બોર્ડનાં બે મકાનોનાં ધાબા પર ટાંકીનો કાટમાળ પડ્યો હોવાથી તે બંને ઘર પરથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે.