-
અમદાવાદની જાણીતી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની છાત્રા પ્રતિક્ષા અવસ્થીને ભારતના નેવીમાં એર ટ્રાફિક કંટ્રોલર ઓફિસર તરીકેની ગૌરવવંતી જોબ મળી છે. પ્રતિક્ષા હાલ રબર ટેકનોલોજીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. પ્રતિક્ષાને નેવીમાં મહિને રૂ.૧.૨૫ લાખનો પગાર ચુકવવામાં મળશે. એમ.ઈ.ની વિદ્યાર્થિની ડિફેન્સમાં ગઈ હોય તેવો કદાચ આ પ્રથમ વખત બનાવ બન્યો છે. પ્રતિક્ષાએ નેવીની જાહેરાત વાંચીને અરજી કરી હતી. ૧ જુલાઈથી કેરાલામાં 18 મહિના સુધી તેની ટ્રેનિંગ શરૂ થશે. નોંધનીય છે કે પ્રતિક્ષાના પિતા એરફોર્સમાં મિસાઈલ મિકેનિક છે. જ્યારે દાદા પણ એરફોર્સમાં હતા. અમદાવાદમાં એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પસંદ કરવા ઘણી બધી ટોચની કંપનીઓ આવતી હોય છે. જેમાં દેશની સર્વોચ્ચ સંરક્ષણ સંસ્થાનો પણ સમાવેશ થયો છે. અને આવા જ એક પ્લેસમેન્ટમાં તેની પસંદગી થઇ છે.