-
આશાવલ-આશાભીલ,કર્ણાવતી,અહમદાબાદ અને હવે અમદાવાદ તરીકે જાણીતા ઐતિહાસિક શહેરના 609મા સ્થાપના દિને આજે 26 ફેબ્રુઆરીના રોજ જુના અને નવા શહેરના રંગરૂપને દર્શાવતા એક પુસ્તક અમદાવાદના પોળો અને પરાંનું વિમોચન જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી કુમારપાળ દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુસ્તક ડો. માણેકલાલ પટેલ-સેતુ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત વિશ્વકોષ ભવન ખાતે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં જુનુ અને નવું અમદાવાદ વિષેની રસપ્રદ અને અભ્યાસલક્ષી ઉપયોગી માહિતી આપવામાં આવી છે.