કોરોના વાયરસના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે. શહેરના આઠ વોર્ડમા રાત્રીના 10 કલાક પછી દુકાન ગલ્લાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોધપુર,( સાઉથ બોપલ સાથે), નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા, મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી મોલ, શો રૂમ, ટી સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડ દુકાન , પાન મસાલા , સ્પા જીમ ક્લબ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ 8 વોર્ડમાં હાલમાં રિપોર્ટ થયેલા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને ધંધાકીય એકમ જેવા કે, રેસ્ટોરન્ટ, મોલ, શો-રૂમ, ટી-સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડની દુકાન, પાન મસાલાના ગલ્લા, હેર સલૂન, સ્પા, જિમ, ક્લબ વગેરે એકમો રાતના 10 વાગ્યા બાદ બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત મધ્ય ઝોનના ખાડિયા વિસ્તારમાં આવેલા માણેકચોક ખાણીપીણી બજાર તથા રાયપુર દરવાજા પાસે આવેલા રાયપુર ખાણીપીણી બજાર પણ રાતના 10 વાગ્યા પછી બંધ રાખવાનો આદેશ કરાયો છે.