અમદાવાદનાં ગોતા વિસ્તારમાં આવેલા ગણેશ જિનિસિસ એપાર્ટમેન્ટનાં પાંચમા માળે એક ઘરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે. જોતજોતામાં આગ પાંચમા માળેથી આઠમા માળ સુધી પ્રસરી ગઇ હતી. ફાયર બ્રિગેડનાં 50 કર્મચારીઓએ દસ ફાયર ટેન્કર સાથે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ વિકરાળ આગ લાગવા પાછળનું સચોટ કારણ હજી સામે આવ્યું નથી પરંતુ અમારી ટીમે ત્યાંનાં રહેવાસીઓ સાથે વાત કરી હતી. જેમની પાસેથી અમને મળતી પ્રમાણે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.
આ દુર્ઘટનાને પહેલેથી પોતાની આંખે જોનારા મહિલાએ આ આખી ઘટના કઇ રીતે બની તે દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે, 'આ આગ પાંચમે માળે લાગી છે અને હું ત્રીજામાળે રહું છું. અમે ઘરની બારીમાંથી આગ જોઇ હતી. પછી તેમના ઘરમાંથી કાચનાં ટુકડા પડ્યા હતાં. આ આગ કઇ રીતે લાગી છે તેની જાણ નથી થઇ પરંતુ જે ઘરમાં આગ લાગી તે ઘરનાં વ્યક્તિએ જણાવ્યું હતું કે ઘરમાં શોર્ટ સર્કિટ થતા જોયું તો તેની પર બ્લેનકેટ નાંખ્યો જે સળગીને નીચે પડ્યો તેનું આખું ઘર લાકડાનું છે. જેના કારણે આગ ફટાફટ ફેલાઇ ગઇ હતી.'
મળતી માહિતી આ આગ પાંચમા માળે લાગી હતી અને હું છઠ્ઠા માળે રહું છું. જેવી મને ખબર પડી કે નીચે આગ લાગી છે તો અમે થોડા લોકો ઉપર નવમા માળે જતા રહ્યાં હતાં. આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ શોકને લીઘે લાગી હોવાની આશંકા છે.'