અમદાવાદમાં ફરી એક વખત મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ. શહેરના હેલ્મેટ ચાર રસ્તા પાસે BRTS બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. બસમાં લાગેલી આગને કારણે BRTS બસ સ્ટેન્ડ પણ ઝપેટમાં આવ્યું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી. બસમાં સવાર તમામ મુસાફરોને સમયસૂચકતા વાપરી બહાર કાઢી લેવામાં આવતા સદ્દનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.