અમદાવાદમાં મોડી રાતે એક વાગ્યાની આસપાસ વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસેની કેમિકલ કંપનીઓમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ દૂર્ઘટનામાં પહેલા માતંગી એન્ટરપ્રાઇઝ અને જક્ષય કેમિકલ કંપનીમાં આગ લાગી હતી જે બાદ આસપાસની ચાર જેટલી અન્ય કંપનીઓમાં આગ ફેલાઇ ગઇ હતી. સદનસીબે આ દૂર્ઘટનામાં હજી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. ઘટનાની જાણ થતા વટવા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.