એરપોર્ટ પરથી ફિલિપાઈન્સ મહિલા ડ્રગ્સ સાથે પકડાઇ છે. NCB એ એરપોર્ટ પરથી 2.12 કિલોનું હેરોઇન સાથે પકડી છે. 41 વર્ષીય મહિલા ડ્રગ્સની હેરાફેરી કરી રહી હતી. મહિલા ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવા આવી હોવાનો ખુલાસો થયો છે. જીનાલિન પડીવાન લીમોન નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા અગાઉ બે વખત ભારત આવી હોવાનો ખુલાસો થયો છે.