ગુજરાત ભાજપ પક્ષ કોરોનાનું કેન્દ્ર જેવું બની રહ્યું છે. વધુ ને વધુ ભાજપ (bjp) ના નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે આજે વધુ બે નેતાઓ કોરોના (corona virus) ના શિકાર બન્યા છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા (bharat pandya) પણ કોરોના સંક્રમિત થયા છે. જેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો ભાજપના અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. હસમુખ પટેલે ગઈકાલે કોવિડ વિજય રથના લોન્ચિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારે હસમુખ પટેલ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, ભાજપના ચોથા સાંસદ કોરોના સંક્રમિત બન્યા છે.