ગુજરાતીઓ માટે કુદરતી આફત ભૂકંપને લઇને એક સારા એવા સમાચાર સામે આવ્યાં છે. હવેથી અમદાવાદીઓને ભૂકંપ આવશે તેની 40 સેકન્ડ પહેલાં જ ખ્યાલ આવી જશે કે ભૂકંપ આવવાનો છે. ઇન્સ્ટિટયૂટ ઓફ સીસ્મિક રિસર્ચએ (ISR) એ એક એવી સિસ્ટમ ડેવલોપ કરી છે કે જેમાં ભૂકંપ આવે તેની 40 સેકન્ડ પહેલાં મોબાઇલમાં એલર્ટનો એક SMS આવી જશે. જેથી જેને પણ બીજી સુરક્ષિત જગ્યાએ ખસવું હોય તે ખસી શકશે.
વર્ષ 2001ની 26મી જાન્યુઆરીની સવાર અમદાવાદીઓ ક્યારેય ભૂલી શકતા નથી. આમ તો માત્ર અમદાવાદીઓ જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય ક્યારેય ભૂલી શકે તેમ નથી. એ દિવસે સવાર સવારમાં આવેલા વિનાશક ભૂકંપે ધરા ધ્રુજાવી દેતા લોકો હલબલી ગયા હતાં. અનેક જગ્યાએ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતાં તો કેટલાંકને પોતાની માલ-મિલકત સહિત ઘણું બધું નુકસાન પણ થયું હતું.
જો કે હવે અમદાવાદીઓ માટે ભૂંકપને લઇ રાહતનાં સમાચાર આવ્યાં છે કેમ કે ઇન્સ્ટિટયૂટ ઓફ સીસ્મિક રિસર્ચ (ISR) એ જે સિસ્ટમ વિકસાવી છે તેમાં ભૂકંપ આવે તેની 40 સેકન્ડ પહેલાં જ તે લોકોને મોબાઇલ પર SMS મારફતે એલર્ટ કરી દેશે. જેનાં કારણે સૌને પોતાના કામધંધા સાઇડમાં મૂકી સુરક્ષિત જગ્યાએ ખસવાનો યોગ્ય ટાઇમ પણ મળી શકશે. ગાંધીનગરમાં ISR એડવાન્સ અર્થક્વેક વાર્નિંગ (EEW) સિસ્ટમ પર કામ કરી રહ્યાં છે.
જો કે આ સિસ્ટમ ડેવલોપ કરવા પાછળનો મુખ્ય હેતુ નાગરિકોનું રક્ષણ કરવાનો છે. આ સિસ્ટમથી તેમના મોબાઇલ પર 40 સેકન્ડ પહેલાં ભૂકંપ વિશે આગોતરી જાણ કરી તેમની કિમતી જિંદગી અને ગેસ લાઇન, ઇલેક્ટ્રિક લાઈન જેવાં મહત્ત્વનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરવાનો જ છે.
ISRનાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, “તેઓ છેલ્લાં 4 વર્ષથી એક ખાસ પ્રકારનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અલ્ગોરિધમ તૈયાર કરી રહ્યાં છે. હાલમાં તે કચ્છમાં એપી સેન્ટર હોવાંથી તેવા નાનામાં નાના ભૂકંપને પણ 15 સેકન્ડની અંદર ઝડપી શકે છે. જેથી અમદાવાદ જેવા શહેરમાં ભૂકંપનો આંચકો પહોંચે તે પહેલા 40 સેકન્ડ જેટલો સમય મળશે.