અમદાવાદ જિલ્લા કલેકટર શ્રીમતી અવંતિકાસીંઘને સામાન્ય ચુંટણી -૨૦૧૭ માટે રાષ્ટ્રીય અને રાજયકક્ષાની કેટેગરી માટે શ્રેષ્ઠ વ્યવસ્થાપનનો એવોર્ડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે નવી દિલ્હી ખાતે એનાયત કર્યો હતો. ગુજરાતમાં સૌથી વધુ મતદારો અને વિધાનસભાની સૌથી વધુ બેઠકોવાળા અમદાવાદ જિલ્લામાં સમયસર, શાંતિપૂર્ણ મતદાનની સાથે કાયદો-વ્યવસ્થાની જાળવણી સહિત આયોજન અને અમલ કરાવવાની જિલ્લા મુખ્ય ચુંટણી અધિકારી તરીકેની જવાબદારી શ્રીમતી અવંતિકાસિંઘે સારી રીતે નિભાવી છે.