અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી કરાઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચે લગભગ 50 જેટલાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. જેઓ અમદાવાદમાં ગેરકાયદે રીતે રહેતા હતા. આ મામલે અમદાવાદના ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ અજીત રાજિયને જણાવ્યું હતું કે અમે 200થી વધુ લોકોની પૂછપરછ પણ કરી છે.