કોરોનાની હાલની પરિસ્થિતિમાં જાહેર જનતાને વધુ રાહત આપવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. શહેરની ડેઝિગ્નેટેડ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોના સારવારના દરોમાં ઘટાડો કરાયો છે. કોરોના મહામારી વચ્ચે છેલ્લા સાત મહિનાથી એએમસી તબક્કાવાર અનેક પગલા લઇ રહી છે. એએમસી દ્વારા કોવિડ સારવાર માટે સરકારી સાથે ખાનગી હોસ્પિટલ પણ ડેઝિગ્નેટેડ કરવાની કામગીરી કરાઇ છે. જેમાં તબક્કા વાર દરોમાં સમીક્ષા કરવામાં આવી છે. જે અંતર્ગત 12 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી નવા દર અમલ થશે.
અધિક મુખ્ય સચિવ અને ઓ એસ ડી ડો રાજીવ કુમાર ગૃપ્તા અને કમિશનર મુકેશ કુમારની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં ડેઝિગ્નેટ કરાયેલ ખાનગી કોવિડ -19 હોસ્પિટલોની સંખ્યા, દર્દીઓની સારવાર બાબતે અનુભવ , ટેસ્ટિંગ માટેની સુવિધા, અન્ય દવાઓની ઉપલબ્ધતા વગેરેને ધ્યાને લઇ ચર્ચા કરવામાં આવી હતી. શહેરીજનોને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવતી વખતે થતા ખર્ચમાં રાહત આપવા અંગે નિર્ણય કરવા અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસો. પ્રતિનિધિઓ સાથે લોકહિતમાં ખુબ જ સકારાત્મક પ્રતિસાદ આપવાના આવ્યો છે. જે અંતર્ગત બેઠકમાં ખાનગી અને એએમસી ક્વોટા દરમાં ઘટાડો કરાયો છે.