રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના સંક્રમિતોનો આંકડો 1000ને પાર થઈ ગયો છે અને અમદાવાદ ગુજરાતના કોરોના વાયરસ સંક્રમણ સ્થળોનું એપી સેન્ટર બની રહ્યું છે ત્યારે આજે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ લોકોને ચેતવણી આપી છે. આજે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપતાં નહેરાએ જણાવ્યું હતું કે ‘તમને રસ્તે મળનાર દરેક વ્યક્તિને કોરોના છે એમ માનીને અંતર જાળવશો તો જ સુરક્ષિત રહેશો. અમદાવાદમાં કોરોના વાયરસનો પ્રથમ દર્દી હજુ પણ ડિસ્ચાર્જ નથી થયો એટલે આ વાયરસ લોકો સમજે છે એટલો સામાન્ય પણ નથી.’