સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણનાં કેસ વધતા જ જઇ રહ્યાં છે. એમાંય અમદાવાદ અને સુરતમાં તો કોરોનાનાં કેસ ઘટવાનું નામ જ નથી લઇ રહ્યાં ત્યારે એવામાં કોરોના મહામારીનું એપી સેન્ટર કહેવાતા અમદાવાદમાં HL ત્રિવેદી કિડની ઈન્સ્ટીટ્યૂટ અને ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર બંધ કરી દેવામાં આવી છે. જોકે, આ બંને હોસ્પિટલમાં કેન્સર અને કિડનીની સારવાર ચાલુ રહેશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમદાવાદમાં કોરોનાનાં કેસ ઘટતા હોવાંને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાનાં કેસ ધીમે-ધીમે ઘટી રહ્યાં છે અને રિક્વરી પણ વધવા લાગતા હવે કોરોનાનાં વોર્ડ ઓછાં કરવામાં આવી રહ્યાં છે. જેમાં સિવિલ કેમ્પસની કિડની અને કેન્સર હોસ્પિટલમાં કોરોનાની સારવાર બંધ કરાતા હવેથી કોરોનાનાં નવા દર્દીઓ ત્યાં મોકલવામાં નહીં આવે.