કોરોનાના કાળા કહેર વચ્ચે આજે સૌથી સમાચાર આવ્યા છે. જે અંતર્ગત એક રીતે કહીએ આજના દિવસ રાહત ભર્યો છે. જેમાં કોરોનાના કુલ દર્દીમાંથી 313 દર્દીઓ સાજા થઈને તેમને રજા આપવામાં આવી છે. અમદાવાદમાં દર્દીઓ ખૂબ ઝડપથી સાજા થઈ રહ્યા છે. મ્યુ.કમિશ્નર વિજય નહેરાએ આ અંગે જાણકારી ઉપલબ્ધ કરાવી છે.
દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે
અમદાવાદમાં કોરોનાના દર્દીઓમાં રાહતની વાત એ રહી છે કે, આજના દિવસમાં 14થી પણ વધારે દર્દીઓ એસવીપી હોસ્પિટલમાં સાજા થઈ ઘરે પરત ફર્યા છે. આમ કુલ 40 દર્દીઓ ત્યાંથી સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જ્યારે સમરસ હોસ્પિટલમાંથી 34 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં હવે ધીમે ધીમે કેસ ડબલીંગ રેટ ઘટી રહ્યો છે. સારી વાત એ છે કે, કુલ દર્દીઓમાંથી માત્ર 8 ટકા જ એક્ટીવ કેસ રહ્યા છે.
ગ્રોથ રેટ ધીમો થયો
કોરોનાના કેસમાં ગ્રોથ રેટ નીચે આવતા 9 દિવસે પહોંચ્યા છે. ત્યારે વિજય નહેરાએ આ અંગે જણાવ્યું હતું કે, કોરોનાના કેસને સામેથી પડકવાની કામગીરીના કારણે આ શક્ય બન્યુ છે. જ્યારે ડબલીંગ રેટ 20 એપ્રિલ બાદ 9 દિવસે હવે કેસ ડબલ થઈ રહ્યા છે. ત્યારે હવે સૌથી અગત્યની વાત એ છે કે, ઈન્ફેક્શન રેટ વધે નહીં તે જોવાનું રહેશે.