અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કાલુપુર ફ્રુટમાર્કેટ અને શાકમાર્કેટને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશ કર્યો છે. ઉપરાંત નેહરુબ્રિજને પણ બંધ કરવા સૂચના આપી છે. નહેરુબ્રિજ પર હવે કોઈપણ ખાનગી વાહન અવરજવર નહીં કરી શકે. આ ઉપરાંત જમાલપુર બ્રિજ અને એલિસબ્રિજને પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ અનિશ્ચિત સમય સુધી લાગુ કરવામાં આવ્યો છે.