ગુજરાતમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન-4નો અમલ કરવામાં આવશે. ગુજરાત સરકારે કોરોનો સંક્રમણને કાબુમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિ-રોજીંદી જીવન પ્રવૃત્તિઓને ગાઇડલાઇન આધિન છૂટછાટ આપવાનો વ્યૂહ અપનાવ્યો છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસને મામલે મુંબઇ બાદ બીજું સ્થાન ધરાવતા અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર પ્રમાણે છૂટછાટ નક્કી કરવામાં આવેલી છે. 33 ટકા કેપેસિટી સાથે પ્રાઇવેટ ઓફિસ પણ કન્ટેમન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં ચાલુ કરવા દેવાશે. પરંતુ અમદાવાદ શહેરમાં પૂર્વમાં ખાનગી ઓફિસો હાલ બંધ રાખવાની રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે સાબરમતી નદીની પશ્ચિમે આવેલા અમદાવાદ નગરમાં કન્ટેન્મેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ, વેપાર-ધંધા-ઓફિસ ચાલુ કરવા દેવાશે. અમદાવાદ મહાનગરના પૂર્વ વિસ્તારમાં આવી છૂટછાટ આપવામાં આવી નથી. સરકારની નદીની વ્યાખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો અમદાવાદના જે વિસ્તારમાં આર્થિક ગતિવિધિ માટે છૂટછાટ અપાઇ નથી તે આ મુજબ છે.
પૂર્વ ઝોન: ગોમતીપુર, ભાઇપુરા, અમરાઇવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ.
ઉત્તર ઝોન: કુબેરનગર, બાપુનગર, સરસપુર, ઠક્કરનગર, સૈજપુર, ઇન્ડિયા કોલોની, સરદાર નગર, નરોડા.
દક્ષિણ ઝોન: બહેરામપુરા, દાણીલીમડા, મણીનગર, ઇસનપુર, ખોખરા, ઇન્દ્રપુરી, વટવા, લાંભા.
મધ્ય ઝોન: ખાડિયા, અસારવા, દરિયાપુર, જમાલપુર, શાહપુર, શાહીબાગ.
કયા વોર્ડ ક્લસ્ટર કન્ટેઇન્મેન્ટ હેઠળ છે ?
સેન્ટ્રલ ઝોન
ખાડિયા, દરિયાપુર, શાહપુર.
સાઉથ ઝોન
દાણીલીમડા, બહેરામપુરા, મણીનગર.