અમદાવાદના નવા કલેક્ટર તરીકે કે.નિરાલાની નિમણૂંક કરવામાં આવી છે. કે.નિરાલા 2005ની બેચના IAS અધિકારી છે. આ ઉપરાંત તેઓ પાણી પૂરવઠા બોર્ડના મેમ્બર સેક્રેટરી છે. કે. નિરાલા રાજકોટના પૂર્વ કલેક્ટર મનિષા ચંદ્રાના પતિ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવતા તેમની જગ્યાએ કે. નિરાલાને આ જવાબદારી સોંપવામાં આવી છે.
વિક્રાંત પાંડેની કેન્દ્ર સરકારના ગૃહ વિભાગમાં ડેપ્યુટેશન માટે પસંદગી
અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેની કેન્દ્ર સરકારના ગૃહ વિભાગમાં ડેપ્યુટેશન માટે પસંદગી થઇ છે. વિક્રાંત પાંડે ગૃહ ખાતામાં 5 વર્ષ માટે પોતાની સેવા આપશે. મહત્વનું છે કે ગૃહ વિભાગમાં તેમને આંતરરાજ્ય પરિષદનાં ડાયરેક્ટર તરીકે નિમવામાં આવ્યા છે. પાંડેને ત્રણ અઠવાડિયાની અંદર તેમને ડેપ્યુટેશન પર હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે. મૂળ રાજસ્થાનના વતની અને MBBSની ડિગ્રી ધરાવતા વિક્રાંત પાંડે 2005ની બેંચનાં IAS ઓફિસર છે.