ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે બિડિંગની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં મોટેરા પાસે ઓલિમ્પિક ગેમ્સ માટેનાં સ્ટેડિયમ બનાવવાની તૈયારી પૂરજોશમાં શરૂ કરાઈ છે, ત્યારે ગુજરાત સરકારે મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા ત્રણ આશ્રમોને નોટિસ ફટકારી છે. મોટેરાના આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળે ત્રણ આશ્રમોને 140 એકર જમીન ખાલી કરાવવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે નોટિસ ફટકારી છે.