અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ હાઈસ્કૂલના એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. રૂ.1650 કરોડની આ બે મહત્ત્વની યોજાનાઓના પ્રારંભથી અંદાજિત 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ થશે. આ યોજનાઓના માધ્યમથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ થવામાં મદદ થશે. તેમ સીએમએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પણ ઉપસ્થિત રહ્યા હતા.