સમગ્ર રાજ્યમાં કોરોનાનાં કેસો હજી ઘટ્યા તો નથી. જો કે ધીમે-ધીમે લોકો કોરોના મહામારીને લઇને જાગૃત થયા હોય તેવું લાગી રહ્યું છે. એવામાં હવે અનલોકની પ્રક્રિયા પણ રાજ્યમાં આગળ વધવા લાગી છે ત્યારે શહેરની તમામ ક્લબો આવતા સપ્તાહેથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં અનલોક-2 શરૂ કર્યા બાદ 5 ઓગસ્ટથી જીમ અને ક્લબોને શરૂ કરવાની પરવાનગી આપી દેવાઈ હતી. પરંતુ તેમ છતાં શહેરની ક્લબો શરૂ ન હોતી થઇ. ત્યારે હવે ક્લબ મેનેજમેન્ટ એસોસિયેશને ક્લબો ખોલવાનો નિર્ણય કર્યો છે અને આવતા સપ્તાહથી જ શહેરની રાજપથ અને કર્ણાવતી ક્લબો સહિતની તમામ ક્લબો શરૂ કરી દેવાશે.
કોવિડ-19ની ગાઇડલાઇન અનુસાર ક્લબોમાં જરૂરી નિયમોનું પાલન કરાશે…
– 65 વર્ષથી ઉપરની વ્યક્તિને ક્લબમાં પ્રવેશ નહીં મળે
– 12 વર્ષની નાના બાળકોને ક્લબમાં પ્રવેશ નહીં મળે
– નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી ગેસ્ટ મેમ્બર પર પણ પ્રતિબંધ
– જીમ, રનિંગ એન્ડ વોકિંગ ટ્રેક, ટેબલ ટેનિસ શરૂ કરાશે
– દર 4 કલાકે ક્લબને સેનેટાઇઝ કરાશે
– ક્લબનાં મેમ્બર અંદર 70 મિનિટ સુધી જ રોકાઇ શકશે
– રવિવારનાં રોજ ક્લબ બંધ રહેશે