શહેરની ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા ઓડિટ કરાવવામાં ધાંધિયા કરવામાં આવતા હોવાનું જિલ્લા શિક્ષણ તંત્રને ધ્યાને આવ્યું છે. શહેરની ઍક સાથે 59 જેટલી શાળાઓએ વર્ષોથી ઓડિટ કરાવ્યું નહિ હોવાનું ધ્યાને આવતા આખરે જિલ્લા શિક્ષણાધિકારીએ આવી શાળાઓ સામે લાલ આંખ કરી છે અને ઝડપથી ઓડિટ કરાવવા શાળાઓને આદેશ કર્યો છે.
અમદાવાદ શહેરની શાળાઓના એડિટને લઈને હાલ મામલો વિવાદનું કેન્દ્ર બન્યો છે. શિક્ષણ વિભાગ પાસેથી મળતી ગ્રાન્ટો તો શહેરની શાળાઓ મેળવી લે છે પરંતુ તે શાળાઓ પોતાના ઓડિટ હિસાબો આપવામાં ગલ્લા તલ્લા કરતા હોવાનું ધ્યાને આવ્યું છે.
શહેરની શાળાઓએ ઓડિટ કરાવવું ફરજિયાત હોય છે અને તેનો રિપોર્ટ જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગમાં જમા કરાવવાનો હોય છે. પરંતુ શહેરની મોટાભાગની શાળાઓએ ત્રણ-ચાર વર્ષથી ઓડિટ હિસાબ જમા જ કરાવ્યા નથી. જેને પગલે સંયુક્ત શિક્ષણ નિયામક કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરથી આદેશ થતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે.