રાજયમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે તેમાં પણ સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ શહેર થયું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે, શહેરમાં કોરોનાનો ભયાનક વિસ્ફોટ સાથે અમદાવાદ વુહાન બનવાથી માત્ર 7થી 10 દિવસ જ દૂર છે અને જો આ જ ટ્રેન્ડ ચાલશે તો અમદાવાદ શહેરમાં આગામી 7થી 10 દિવસમાં રોજના 2700થી 3000 કેસ આવવા લાગશે.
અમદાવાદીઓને કોરોના મારે કે ન મારે પણ અમને તો રોજ શાક, ફળ, નાસ્તા જોઈએ જ વાળી માનસિકતા તો મારી જ નાખશે. અમદાવાદ શહેરમાં મોટા ભાગનાં લોકોને એમ માને છે કે, ખાલી શાકભાજી કે નાસ્તા લેવા માટે તેમને ફકત 10 મિનિટ જોઈએ એમાં કંઈ ન થાય, આવી માનસિકતા અમદાવાદ શહેરને વુહાન કરતા પણ ખરાબ બનાવી શકે છે એ નક્કી છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તાજેતરમાં જ કોરોનાને મ્હાત આપી છે અને તેમણે પોતાનું પ્લાઝમા ડોનેટ કર્યું હતું.