Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આમ તો અમદાવાદ શહેરની સ્થાપનાનું વર્ષ નક્કી છે 1411 પણ તારીખ અંગે અચોક્કસતા હોવા છતાં દર વર્ષે 26 ફ્રેબ્રુઆરીએ શહેર સ્થાપના દિનની ઉજવણી થાય છે. આ 26 ફ્રેબ્રુઆરીએ એક સમયના ધૂળિયા શહેરને 607 વર્ષ પૂરા થશે. મૂળ નામ આશાવલ્લ કે આશાપલ્લ અને તે પછી કર્ણાવતી અને સને 1411થી અહમદશાહ બાદશાહના વખતથી અહમદાબાદ અને તેમાંથી ગુજરાતીમાં અમદાવાદ તરીકે ઓળખાય છે અંદાજે 50થી 60 લાખની વસ્તી ધરાવતું આ શહેર. ધૂળની ડમરીઓ વાળા આ શહેરની એક આગવી ઓળખ હવે હોટલ પતંગ કે ઝુલતા મિનારા કે કાંકરિયા નહીં પણ રિવરફ્રન્ટ બની ગઇ છે. આ શહેરે અહિંસાના પૂજારી ગાંધીજીની 12 માર્ચ 1930ની દાંડી કૂચ જોઇ છે તો 1969, 1985 અને 2002ના ભયાનક કોમી રમખાણો પણ સહન કરીને પચાવવાની સાથે 2001માં વિનાશકારી ધરતીકંપનો ધ્રૂજારો પણ ઝીલ્યો છે. ન જાણે કેટ કેટલાય નાના-મોટા સામાજિક -રાજકીય તથા આર્થિક બનાવોનું સાક્ષી છે આ શહેર. “દોસ્તો, આ સ્થળે એક શહેર વસ્તુ હતું....” એવું કોઇને ફરી ના કહેવું પડે કે ફરી નાટક ના ભજવવું પડે એ જ ભારતના પ્રથમ હેરિટેજ શહેરની સાચી ઓળખ અને શાંતિની સાથે આર્થિક પ્રગતિ સતત, અવિરત શિવજીના માથે વહેતી ગંગાજીની ધાર સમાન બની રહે. ચાલો કહીએ, અમે અમદાવાદી, ભાઇ અમે અમદાવાદી.... !!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ