અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પેરોલ કાપીને પરત ફરેલા કેદીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કેદીના સંપર્કમાં આવેલા સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ કેદીના સંપર્કમાં રહેલા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા જેલ તંત્ર ચિંતામાં મુકાઈ ગયું છે. જેલ પરિસરમાં હાલ સુરક્ષાના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે જેથી કરીને કોરોના વધુ ફેલાય નહીં અને અન્ય કેદીઓ આ રોગની ઝપટમાં આવે નહીં. જેલમાં પણ સૅનેટાઇઝેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.