અમદાવાદના અયાન ભટ્ટે સાપને બચાવવા માટે મોબાઈલ એપ્લીકેશન બનાવી. તેના ઘરે સાપ નીકળ્યો ત્યારે તેને રેસ્ક્યુ માટે ફોન કર્યો. પણ તરત મદદ ન મળી. તેથી તેને એપ્લીકેશન બનાવવાનો વિચાર આવ્યો. તેના મિત્રો સાથે રેપેટ નામે એપ બનાવી છે. આ એપમાં 108 ઈમરજન્સી કોલની સુવિધા, સાપ કરડવાની સ્થિતિમાં શું કરવું, નજીકની હોસ્પિટલનું એડ્રેસ અને શહેરના 70 વોલન્ટિયર્સનો સમાવેશ થાય છે.