બ્રિટનમાં 5 વર્ષમાં બ્રેક્ઝિટ પર સહમતી ન થવાના કારણે ત્રીજી વખત યોજાવા જઈ રહી સંસદીય ચૂંટણીમાં ભારતીય મૂળના તમકીન શેખએ પોતાની રાજકીય ઇનિંગ્સની શરૂઆત કરી કરી છે. ચાલીસ વર્ષીય તમકીન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસનની નીતિઓના સમર્થક છે. ગુજરાતમાં જન્મેલા અને મોટા થયલા તમકીન શેખને પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસનની કન્ઝર્વેટીવ પાર્ટી દ્વારા બાર્કિંગ મત વિસ્તારમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે બ્રિટનમાં 12 ડિસેમ્બરે સંસદીય ચૂંટણીનું મતદાન છે. તે તેઓ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે.
પ્રામાણિકતાથી રાજકારણ કરીશ : તમકીન
અમદાવાદમાં જન્મેલા તમકીન શેઠ બ્રિટનમાં સ્થાયી થયા તે પહેલા ભારતમાં બે અગ્રણી અંગ્રેજી અખબારોમાં કામ કરી ચૂક્યા છે. તે પત્રકારત્વના ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા હતા અને સ્થાયી પણ ત્યાંજ થયા. તેમણે યુકેની નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી પત્રકારત્વ અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કર્યા પછી રાજકીય પ્રવાસ શરૂ કર્યો છે. બાર્કિંગથી ઉમેદવાર તરીકે જાહેર કરવા બદલ તેમણે પ્રધાનમંત્રી બોરીસ જ્હોનસનનો આભાર વ્યકત કર્યો. તમકીન શેખે કહ્યું કે, તે સંપૂર્ણ પ્રામાણિકતાથી રાજકારણ કરશે.