અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ પાસે ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયાની ઘટના બની હતી. કન્ટેનરમાં ભરેલા કેમિકલના બેરલોમાં એક બાદ એક બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટ થવાની સાથે જ કન્ટેનરમાં આગ લાગી હતી. જેના પગલે હાઇવે બંધ કરવાની ફરજ ફડી હતી અને ૩ કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અંગે જાણ થતા આણંદ ફાયર ફાયટરોની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. ઉલ્લેખનીય છે કે, કન્ટેનરમાં અતિ જ્વલનશીલ કેમિકલ હોવાથી આગ પર કાબુ મેળવવા માટે ખુબ જ જહેમત ઉઠાવવી પડી હતી. આ બ્લાસ્ટમાં બંને વાહનો બળીને ખાખ થઇ ગયા છે.