અમદાવાદ શહેરના અંજલી બ્રીજ પાસેથી ગત 21 નવેમ્બરે મુંબઈના એક વેપારી પાસેથી 65 લાખ રૂપિયાના સોનાની લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. લૂંટના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા જેના પગલે આજે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઈમાં રહેતા વેપારી નવીન સંઘવી તાજેતરમાં સોના સાથે ધંધાર્થે અમદાવાદ આવ્યા હતા. આ દરમિયાન પોલીસે ચેક પોસ્ટ પર તપાસ દરમિયાન સોના અંગે નવીન વિશે પૂછપરછ કરીને જરૂરી દસ્તાવેજ માંગ્યા હતા. ચેકપોસ્ટ પર હાજર એક કોન્સ્ટેબલ અને ચાર કે પાંચ હોમગાર્ડ જવાનોએ તેમની પાસે 4 લાખ રૂપિયા માંગ્યા હતાં. નવીનના જણાવ્યા પ્રમાણે, પોલીસે પૈસાનો તોડ કર્યો હતો. એજ દિવસે સાંજે પાલડીના અંજલી બ્રીજ પાસે ચેકિંગના બહાને નવીન સંઘવીને લૂંટી લેવામાં આવ્યા હતા.
આ સમગ્ર કેસમાં પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી રહી છે. પૈસાના તોડ મામલે હાલ SP તપાસ કરી રહ્યા છે, જ્યારે પોલીસનું કહેવું છે કે, ઈરાની ગેંગે આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. હાલ તો પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.