Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

                                                                                                                                                  –રજનીકુમાર પંડ્યા

અમદાવાદના એક જૂનાં પણ જુનવાણી નહિં એવા પરા નારણપુરામાં કામેશ્વર મંદિરની સામેના ભાગે એક જૂના પણ જુનવાણી નહિં એવા દંત-ચિકિત્સકનું ‘સેતુ’ નામનું એક બહુ જુનું પણ જુનવાણી નહિં એવુંંઆધુનિક એવું દંત ચિકિત્સાલય છે. એ પ્રાચીન બની ગયા પહેલા જ એક કોઇ હેરીટેજ સ્પૉટની જેમ મુલાકાત લેવા જેવું સ્થળ ગણાવા માંડ્યું છે. એના ડૉક્ટર માણેકલાલ મથુરદાસ પટેલ મૂળ તો ગોઝારીયાના અને 1945 માં જન્મેલા પટેલ છે. અને ઈન્ટરનેશનલ કૉલેજ ઓફ ડેન્ટિસ્ટ, યુ.એસ.એ. તથા રોયલ સોસાયટી ઓફ હેલ્થ (યુ.કે.)ની ફેલોશીપ ધરાવતા કાબેલ દંત ચિકિત્સક છે. પણ એમને મળવા આવનારાઓમાં કેવળ દાંતના દર્દીઓ જ નહિં, વિદ્વાનો પણ હોય છે. આ ડોક્ટર માણેકલાલના એ ચિકિત્સાલયની આગળના ભાગમાં દર્દીઓની ભીડ હોય છે, પણ અંદરના ભાગે કોઇ સંશોધનીયો જીવ બેઠા બેઠા ડૉક્ટરની અંગત લાયબ્રેરીનાં પુસ્તકો જોઇને હેરત પામતો હોય છે. એવા જીવમાં કોઇ વિદ્યાર્થી પણ હોય, કોઇ લેખક પણ હોય અને દૂર દૂરના ભૂતકાળની પ્રીતિમાં મસ્ત કોઇ વડિલ પણ હોય. પણ એ સૌને આ ડોકટર પોતે જે સંશોધન, પરિશ્રમ અને આગવી દૃષ્ટિથી લાધેલાં જે ફળ ચખાડે છે તેને કારણે એ બહુ લોકપ્રિય ઇતિહાસલેખક બની રહ્યા છે, જેવાં તેમના અમૂલ્ય પુસ્તકો છે. અમદાવાદની અસ્મિતા, ગાંધીજી: અમદાવાદને આંગણે, ગાંધી આશ્રમ, કલાગુરુ રવિશંકર રાવળ, કલાગુરુ રસિકલાલ પરિખ અને એવા પણ અમદાવાદી કે બીન અમદાવાદી એવાં સૌ કોઇને બહુ રસ પડે તેવું તેમનું એક પુસ્તક જે તાજેતરમાં પ્રગટ થયું છે તે અમદાવાદની પોળો અને પરાંઓ વિષે છે. અને બીજું 

‘અમદાવાદનામા’ હવે પ્રેસમાં છે.

પણ અમદાવાદની પોળો અને પરાંઓ વિષેના બૃહદ ગ્રંથ વિષે વાત વધુ વિગતે કરવા જેવી છે.
    
‘યુનાઇટેડ નેશન્‍સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન’(યુનેસ્કો)ની પોલેન્ડના કેક્રોવ શહેરમાં 12 મી જુલાઈ 2017 ના રોજ મળેલી વર્લ્ડ હેરિટેજ કમિટીની મિટિંગમાં ઐતિહાસિક શહેર અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો. ને તે સાથે જ સમગ્ર ભારતમાંથી હેરિટેજ સિટીનો દરજ્જો સૌ પ્રથમ પ્રાપ્ત કરવાનું માન અમદાવાદને મળ્યું. 
    
આ શહેરની પૂર્વકાલીનતાની વાત કરીએ તો પહેલા તો દંતકથાઓમાં જવું પડે. દંતકથા બુધ્ધિગમ્ય હોય કે ના હોય, પણ રમ્ય જરૂર હોય છે. આ મામલે પુરાણકથાના સ્વરૂપની એક દંતકથા એવી છે કે આશરે 5 હજાર વર્ષો પહેલાં દેવ અને દાનવો વચ્ચેના યુદ્ધ સમયે હારી રહેલા દેવોને બચાવવા માટે દધિચી ઋષિએ દેવોના રાજા ઇન્દ્રને વજ્ર નામનું શસ્ત્ર આપવા માટે પોતાના દેહનું બલિદાન આપેલું. એ ઋષિના અસ્થિમાંથી બનાવેલા વજ્ર નામના શસ્ત્રની મદદથી ઇન્દ્રે વિજય મેળવેલો. દધિચી ઋષિનો આશ્રમ સાબરમતીના કિનારે હતો, એવી વાયકા જોતાં અમદાવાદ શહેર ફક્ત ઐતિહાસિક જ નહીં, પણ પૌરાણિક શહેર પણ કહી શકાય. 
    
બાકી ઇતિહાસ તો એમ કહે છે કે 11 મી સદીના પૂર્વાર્ધમાં આશા ભીલે ઊંચા ટેકરા પર જે નગરી વસાવી તે પાછળથી આશાપલ્લીના નામે ઓળખાઇ. લોકજીભે તે આશાવલ નામે ચડ્યું. એ પછી રાજા કર્ણદેવ સોલંકીએ (સુપ્રસિદ્ધ સિદ્ધરાજ જયસિંહના પિતા) આશા ભીલને હરાવીને સુરક્ષાના હેતુથી લશ્કરી છાવણી ત્યાં સ્થાપી હતી અને તેના નામ પરથી તે કર્ણાવતી નામે ઓળખાઈ. 
    
લોકજીભે અમદાવાદ તરીકે ઓળખાતું આ નગર સુલતાન અહમદશાહે સ્થાપેલું. સુલતાને એના ગુરુ સૈયદ અહમદ ખટ્ટુ ગંજબક્ષની સલાહ મુજબ આ શહેરનુ ખાતમુહૂર્ત કરાવીને રાજગઢ- ભદ્ર કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. અલબત્ત શહેરની સ્થાપના અંગે ઇતિહાસકારોમાં મતમતાંતર છે. એ મુજબ 1410, 1411, 1413 અને 1458 સ્થાપના વર્ષના ઉલ્લેખો મળે છે. પણ અમદાવાદીઓ 26 મી ફેબ્રુઆરી, 1411 ને અમદાવાદના સ્થાપના દિવસ તરીકે ધામધૂમથી ઉજવે છે. એ રીતે આ નગરનો ઇતિહાસ 600 વર્ષથી વધુ જૂનો છે. અહમદશાહ પછી આવેલા એના પૌત્ર કુત્બુદ્દીને હૌજે કુતુબ (અત્યારનું કાંકરિયા તળાવ) બંધાવીને શહેરને વધુ સુંદર બનાવ્યું હતું. પણ 1572માં મુઘલ બાદશાહ અકબરે અમદાવાદ જીતી લીધું. એના પછી આવેલા બાદશાહ જહાંગીરને ઘણા મહિનાઓ સુધી અમદાવાદમાં રહેવાનું બનેલું, પણ એ સમયે અમદાવાદમાં ધૂળ બહુ ઊડતી, એટલે જહાંગીર અણગમા સાથે અમદાવાદને ગર્દાબાદ (ગર્દ એટલે ધૂળ, એટલે કે ધુળિયું શહેર) કહેતો. 
    
ભદ્રકાળી માતાના મંદિરની સામેના કિલ્લા અને ત્રણ દરવાજા વચ્ચે મોટું મેદાન હતું, તેને ‘મેદાનેશાહ’ કહેવામાં આવતું. આ મેદાનમાં બાદશાહ જહાંગીર તેની બેગમ નૂરજહાંને નાના બળદગાડામાં બેસાડીને લટાર મારતો હતો. 
    
વર્ષ 1758માં અમદાવાદ મરાઠા હકૂમતમાં આવ્યું. મરાઠારાજ દરમિયાન અમદાવાદમાં પેશ્વા અને ગાયકવાડ વચ્ચે દ્વિમુખી શાસનપદ્ધતિ શરૂ થઈ. અમદાવાદનો વિકાસ રુંધાયો. વસ્તી ય ઘટવા લાગી. અને બધે થાય છે તેમ અહિં પણ ભાગીદારી શાસનમાં તકરાર થઈ. તકરારવધી એટલે અંગ્રેજોએ દરમિયાનગીરી કરી અને અંતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ખેડા જિલ્લાના કલેકટર જહોન એન્ડ્રુઝ ડનલોપે અમદાવાદનો કબજો લીધો. અમદાવાદ પર 6 ઠ્ઠી જુન, 1818થી ભદ્રના કિલ્લા પર બ્રિટીશ સામ્રાજ્યનો યુનિયન જેકનો ધ્વજ ફરકવો શરુ થયો. 
    
જે મેદાનમાં જહાંગીર પોતાની બેગમ નૂરજહાંને બળદગાડામાં ‘રાઉન્ડ’ લેતો એ મેદાન ‘મેદાનેશાહ’ પછી ગોરાઓને પોતાની પોલોની રજવાડી રમતના મેદાન તરીકે કામમાં આવવા માંડ્યું. 

                                                                     ******
    ગાંધીજી અને અમદાવાદ સાથેનો સંબંધ જાણી આપણે રાજી થઈએ છીએ, પણ જિજ્ઞાસા એ જાણવાની થાય કે 1869માં કાઠીયાવાડમાં જન્મેલા ગાંધીજી અમદાવાદ સૌ પ્રથમ વાર ક્યારે આવેલા? હકીકત એમ કહે છે કે મોહનદાસ કરમચંદ ગાંધી રાજકોટમાં અભ્યાસ કરતા હતા ત્યારે આખા ગુજરાતમાં અમદાવાદ મેટ્રિકની પરીક્ષાનું એક માત્ર કેન્દ્ર હતું, જ્યાં ભદ્રના મેદાનમાં તંબુઓ તાણીને એમાં પરીક્ષાર્થીઓને બેસાડવામાં આવતા. મોહનદાસ ગાંધી મેટ્રિકની પરીક્ષા આપવા સૌથી પ્રથમ 1887 માં અમદાવાદ આવ્યા હતા. શરૂઆતમાં તેઓ ગુંદીની પોળમાં આવેલી હરિલાલ ગિરધરદાસ મણકીવાળા શેઠની હવેલીમાં રોકાયા હતા. મણકીવાળા પરિવારના વંશજ સિદ્ધાર્થ મણકીવાળાના કહેવા મુજબ – એ ઉતારાની સગવડ માટે ગાંધીજી પોરબંદરના દીવાન રણછોડલાલ પરિવારની ભલામણચિઠ્ઠી લઈને આવ્યા હતા. મોહનદાસ ખૂબ શરમાળ હતા. તેમણે ચળકતી રેશમી ટોપી અને ખમીસ પહેર્યું હતું. થોડા દિવસ અહીં રહ્યા પછી એ દ્વારકાદાસ વૃંદાવન પટવારીને ત્યાં રહેવા ગયા હતા. વિગતો એવી મળે છે કે તેઓ 1887માં 7 મી નવેમ્બરથી લઈને 13 ડિસેમ્બર સુધી અમદાવાદમાં રોકાયા હતા. જો કે, આજની તારીખે ગાંધીજી જયાં રોકાયેલા તે મણકીવાળા શેઠની હવેલી રહી નથી. પણ હવેલી સમયનું એક મંદિર આજે પણ બચી જવા પામ્યું છે. 

                                                                      ******
    અમદાવાદની સાચી ઓળખ તેની પોળો છે, તેનો ઉલ્લેખ ન થાય તો જ અમદાવાદનો પરિચય અધૂરો રહી જાય. સુલતાનકાળમાં હયાત પોળોનો ઉલ્લેખ જોવા મળતો નથી, પણ તેનો અર્થ એ ન કાઢી શકાય કે તે સમયે પોળો નહોતી. મુઘલકાળના દસ્તાવેજોમાં ઢીંકવા ચોકી, હાજા પટેલની પોળ, નિશા પોળ, ભંડેરપુર(પોળ) ના ઉલ્લેખો જોવા મળે છે. તે સમયે પોળોની સંખ્યા 360 હતી. ‘પોળ’ શબ્દ મૂળ સંસ્કૃત ભાષાના શબ્દ પ્રતોલી પરથી આવ્યો છે. પ્રતોલી શબ્દનો અર્થ પ્રવેશદ્વાર (Gateway) એવો થાય છે. સોલંકીકાળમાં પોળોને ‘પાડા’ તરીકે ઓળખવામાં આવતી. એટલે જ પાટણની પોળોના નામ સાથે પાડા શબ્દ જોડાયેલા છે. અમદાવાદની પોળોના નામ સાથે પોળ, ઓળ, શેરી, ફળિયું, ડહેલું, ગલી, ખડકી, ખાંચો, ચકલો, મ્હોલ્લો, કે વાડો જેવા જેવી સંજ્ઞા કે શબ્દો જોડાયેલા છે.
    સુલતાન અહમદશાહે શહેરની સ્થાપના કરી તે સમયે શરૂઆતમાં રહેવા માટે જે પોળનું મુહૂર્ત કર્યું, તે મહૂરત પોળ તરીકે ઓળખાવા લાગી. આ પોળ આજે માણેકચોકમાં આવેલી છે.અને ત્યાં અનેક ધમધમતી દુકાનો છે.
                                                                       *******
અમદાવાદીઓ વિષે , તેમના વલણ, વિચાર અને વાણી વિષે અનેક સારી-ખરાબ મજાકો જોડાયેલી છે. પોળમાં રહેવાનું બહુ સંકુલ ( સાંકડી જગ્યામાં) હોય છે, પરિણામે પોળના રહેવાસીઓ વચ્ચે પરસ્પર આપોઆપ એક નિકટતાનો ભાવ રોપાઇ જાય છે જે આગળ જતાં એક વિશિષ્ટ માનસિક લક્ષણ બની રહે છે. તેને એક કલ્ચર પણ કહી શકાય. આવી એક કલ્ચર છે કરકસરની. ડૉ માણેકલાલ નોંધે છે કે પોળવાસીઓ કરકસરમાં બહુ માને છે. પણ જયાં વાત બીજાની આવે ત્યાં પૈસા ખર્ચવામાં પાછી પાની ન કરે, એની પ્રતીતિ કરાવતા રસપ્રદ કિસ્સાઓ આ પુસ્તકમાં નોંધાયા છે. 
    
અમદાવાદમાં 1926 માં ભારે વરસાદ અને રેલથી ઘણું નુકશાન થયું હતું. સરદાર વલ્લભભાઈની સાથે મિલમાલિક શેઠ કસ્તુરભાઈ લાલભાઈ અને મંગળદાસ ગિરધરદાસ તળિયાની પોળમાં શેઠ મોતીભાઈ હરિભાઈને ત્યાં ફંડફાળો ઉઘરાવવા ગયા હતા. ત્યાં મોતીભાઈ શેઠે શેતરંજી પાથરતાં હળવાશથી કહ્યું, ‘બોલો જોઈએ, મેં આ શેતરંજી કેટલા રૂપિયામાં ખરીદી હશે?’ કસ્તુરભાઈએ કહ્યું, ‘સો રૂપિયા આપ્યા?’ મોતીભાઈ શેઠ ગૌરવભેર બોલ્યા, ‘અરે હોય? માત્ર પંદર રૂપિયામાં ખરીદી છે.’ આ ભાવતાલીયો લોભી સ્વભાવ જોઇને ફંડફાળો ઉઘરાવવા ગયેલી ત્રિપુટીને લાગ્યું કે અહીંયા કંઈ ખાસ મળશે નહીં. તેમ છતાં સરદાર વલ્લભભાઈએ વિવેકથી શહેર ઉપર ઉતરી આવેલી આફતના નિવારણ માટે રૂ. 15,000 ની મદદની અપેક્ષા બતાવી. શેઠ અંદરના રૂમમાં ગયા. પાછા આવીને સરદારના હાથમાં રૂપિયા મૂકતા કહ્યું – લો, આ 35,000 રૂપિયા. વલ્લભભાઇ સહિત આવનારા બધાની ધારણા ખોટી પડી. કરકસરિયો શેઠ દાન આપવામાં પાછો ન પડ્યો એ એમણે એ જ ક્ષણે અનુભવી લીધું. 
એવી જ એક બીજી ઘટના ડૉ માણેકલાલ પટેલે વર્ણવે છે :
  
 શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલના દાતા શેઠ વાડીલાલ પૈસેટકે સુખી હોવા છતાં બહુ સાદાઈથી રહેતા. તેઓ માનતા કે હું મારી કમાણી ઠાઠમાઠમાં વાપરી નાખું, તો પછી બીજાને દેવા સારું મારી પાસે શું બાકી રહે? તેઓ સરળ અને સાદું જીવન જીવી લોકાર્થે ધનસંચય કર્યો. અને પોતાની વસિયતમાં દ્વારા 14 લાખ રૂપિયાના દાન કર્યા, એમાં એકલા વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ બનાવવામાં તેમણે રૂ. 4 લાખનું દાન આપ્યું હતું. 
    આવા કિસ્સાઓ નોંધીને અમદાવાદીઓ પર લાગેલો કંજૂસીનો બીલ્લો ઝાંખો કરવામાં ડૉક્ટરે ઘણી જહેમત ઉઠાવી છે. 
                                                                    ********
1974 માં નવનિર્માણ આંદોલન દરમિયાન બંદૂકની ગોળીઓનો બેફામ વરસાદ થયો. મોટી જાનહાનિ થઈ. ઘણા નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. તે દરમિયાન ઢાળની પોળમાં તા.2/3/1974 ના રોજ પોલિસ ગોળીબારમાં એક ચકલીનો ભોગ લેવાયો હતો. પોળવાસીઓએ મૃત્યુ પામેલી ચકલીની યાદમાં ચકલી સ્મારક બંધાવ્યું હતું. હાલમાં જો કે ચકલીઓને બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે, પણ પોળોમાં રહેતા લોકો ચકલી સાથે તીવ્ર સંવેદનાથી જોડાયેલા રહ્યા જ છે, એની પ્રતીતિ ચકલી સ્મારક કરાવે છે. 
                                                                      ********
    અમદાવાદમાં રિલીફ રોડથી સ્વામિનારાયણ મંદિર તરફ જવાના માર્ગ પર ‘શેખનો પાડો’ નામની પોળના એક ભાગરૂપે ‘હસતી બીબીનો ગોખલો’ આવેલો છે. દંતકથા મુજબ આશરે 500 વર્ષ પહેલા હઝરત શેખ અબ્દુલ્લા અદ્રુસ પરિવારના એક બાનુ અહીં આવેલાં. ઘરના ઝરૂખામાં તે કાયમ હસતી બેઠેલી જોવા મળતી. એવી એક વાયકા હતી કે બીમાર બાળકોને માથે હાથ ફેરવી સાજા કરવાની કોઇ ગેબી શક્તિ એનામાં હતી. હાલમાં ઝરૂખાને બદલે તેની સ્મૃતિમાં હસતી બીબીનો ગોખલો જોવા મળે છે. 
    
આ માર્ગ પરથી પસાર થતા બધા જ ધર્મના લોકો શ્રદ્ધાથી ગોખલાને નમસ્કાર કરે છે. ગોખલામાં અહર્નીશ દીવો ચાલુ રહે છે. હસતી બીબીને જલેબી વધુ ભાવતી હતી, તેથી શ્રદ્ધાળુઓ જલેબીનો પ્રસાદ ચઢાવે છે. 
    
અમદાવાદમાં શાળાના પરિણામ વખતે ‘હસતી બીબી – રોતી બીબી’ બોલવાનું ચલણ જોવા મળતું. જો વિદ્યાર્થી પાસ થાય તો ‘હસતી બીબી’ અને નાપાસ થાય તો ‘રોતી બીબી’ તરીકે ઉલ્લેખ કરવામાં આવતો.
                                                                      ********
ખોડિયાર મંદિરની સામેની બાજુ નદીકિનારા તરફ ભારત સેવક સમાજ સંસ્થા પછી ગુજરાતી સાહિત્ય પરિષદ સંસ્થાની ઇમારત આવેલી છે. આ સાહિત્ય પરિષદની સ્થાપના 1905 માં રણજિતરામ વાવાભાઈ મહેતાએ કરી હતી. વર્ષ 1919માં આ સંસ્થાના પ્રમુખપદની ચૂંટણીમાં જે ત્રણ વ્યક્તિઓએ ઝુકાવેલું, એમાંનું એક નામ મહાત્મા ગાંધીનું પણ હતું, બીજા ઉમેદવાર તે હરગોવિંદ કાંટાવાલા. પરિણામ સાવ અનપેક્ષિત આવ્યું. પરિષદના સભ્યોએ ગાંધીજીની સરખામણીએ હરગોવિંદ કાંટાવાલાને બહુમતી આપી. પોતાની જિંદગીની એક માત્ર ચૂંટણી ગાંધીજી હારી ગયેલા. અલબત્ત, વધુ નવાઈ એ રહી કે ગાંધીજીએ પોતાની આત્મકથામાં આ બાબતે સદંતર મૌન સેવ્યું છે. 
                                                                 *********
જાણીતા હાસ્યલેખક સ્વ.વિનોદ ભટ્ટ પોળોને ઓપન યુનિવર્સીટી કહેતા. તેમણે ટીખળી અંદાજમાં લખ્યું છે કે – અમદાવાદમાં રાયપુર વિસ્તારમાં પખાલીની પોળ પાસે ‘લાંબા પાડાની પોળ’ આવેલી છે. શહેરમાં તોફાન વખતે લાંબા પાડાની પોળના છોકરા તોફાન કરીને ભાગી જતા. અને ખીજવાયેલી પોલીસના હાથમાં પખાલીની પોળના છોકરાઓ આવી જાય તેને માર ખાવો પડતો. ત્યારથી કહેવત પડી કે – પાડાના વાંકે પખાલીને ડામ. 
                                                                   *********
    વ્યવસાયે દંત ચિકિત્સક તરીકે પ્રવૃત્ત ડૉ. માણેકલાલ પટેલની મૂળ ઓળખ અમદાવાદના પ્રેમી/અભ્યાસી તરીકેની છે. ડૉક્ટર જન્મે અમદાવાદી નથી, પણ કર્મે અમદાવાદી છે. તેઓ અમદાવાદના પ્રેમમાં છે. સહેજ અતિશયોક્તિથી એમ પણ કહી શકાય કે – તેઓ અમદાવાદને શ્વસે છે. અમદાવાદ પરત્વેના પોતાના પ્રેમને વ્યક્ત કરતા અમદાવાદ પરના માહિતીસભર ગ્રંથો જેવા કે ‘અમદાવાદનો ઇતિહાસ – અમદાવાદકથા’, ‘આ છે અમદાવાદ’ અને એક દસ્તાવેજી ચિત્ર ‘વેલકમ ટુ અમદાવાદ’ તેમણે આપ્યાં છે. ‘અમદાવાદની અસ્મિતા’ જેવી પરિચય પુસ્તિકા પણ લખી છે. તેમના અમદાવાદપ્રેમના પુરાવાના આ દસ્તાવેજો છે. 
    
આ શહેરની ઓળખના અનેક રંગો પૈકી એક મહત્વની ઓળખ એની અનેકવિધ પોળો અને વૈવિધ્યભર્યાં અને ક્યારેક તો વિચિત્ર લાગે એવાં નામ ધરાવતાં અનેક પરાં છે. એ વિશે અમદાવાદના ચાહક અને અભ્યાસુ ડૉ. માણેકલાલ પટેલે આ દસ્તાવેજી કહી શકાય તેવો ગ્રંથ આપણને આપ્યો છે. અમદાવાદના ચાહકો કે અમદાવાદ વિશે અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ – સંશોધકો માટે આ પુસ્તક જ્ઞાનકોશની ગરજ સારે એવું છે.
ગાંધીનગરનાં વિદુષી પત્રકાર ડૉ. મીના પંડ્યાએ આ પુસ્તકને આધારે કેટેલીક રસપ્રદ નોંધો તૈયાર કરીને વ્હોટ્સેપમાં વહેતી મુકેલી. તે પણ માણવા જેવી છે.

એમાંથી થોડી જોઇએ :

1. ઉસ્માનપુરા ગામનું નામ ઈસ્લામિક લાગે છે, પણ તેના પ્રારંભિક વસવાટ કરનારા હિન્દુ જ હતા

2. અમદાવાદમાં એક રામજી મંદિરમાં કાળા કલરના રામ છે. રામ બધે ઊભેલા હોય છે. આ મંદિરમાં બેઠેલા રામ છે. અહીં રામનવમીએ રામની જન્મપત્રિકાનું વાચન થાય છે.

3. વાડ નહોતી, તેથી ગામનું નામ પડ્યું વાડજ.

4. સોલા ગામનું રામજી મંદિર ઐતિહાસિક છે, જ્યાં સ્વાતંત્ર્યસનાનીઓ આશરો લેતા હતા. 

5. વસ્ત્રાપુર ગામમાં ઠાકોરોની મોટી વસ્તી છે. આ ગામમાં એક હજાર દુકાનો છે, પણ એમાં એક પણ દુકાન ઠાકોરની નથી.

6. જુહાપુરામાં હજારો મુસ્લિમો રહે છે, પણ આ ગામ વસાવનારા જુહાજી ઠાકોર હિંદુ હતા.

7. આઝમખાન જ્યારે અમદાવાદનો સૂબો હતો ત્યારે તેણે પોતાના હુકમ છતાં ગાવા આવવાનો ઇન્કાર કરતી આઠ ગાવાવાળી બહેનોને ક્રૂરતાપૂર્વક મરાવી નાખી      હતી. તેની ક્રૂરતા પરથી ગરબો રચાયો… કે એકે લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ.. બાદશાહ બડો મિજાજી..જો કે, એ ઈશ્કમિજાજી પણ હતો.

8. મહાગુજરાત આંદોલનની લડત માટે 226 દિવસ ચાલેલો સત્યાગ્રહ સમગ્ર દેશનો અનોખો સત્યાગ્રહ હતો. 

9. ગાંધી રોડ (મૂળ નામ રિચી રોડ) પરની ચંદ્રવિલાસ હૉટેલની તુવરની દાળનો સ્વાદ બહુ ખૂબ વખણાતો. આજુબાજુના અમુક લોકો તો ઘરે ચુલે દાળના આંધણ  જ ના મુકતા પણ એને બદલે લાંબી લાઈનમાં ઊભા રહીને આખા ઘર માટે પોતાના વાસણમાં દાળ લઈ જતા. 

10. એ હોટેલ ચંદ્રવિલાસનો વકરો એટલો આવતો કે સિક્કાનું વજન કરીને વકરાની રકમ નક્કી કરાતી. 

11. જલેબી અને ફાફડાના કોમ્બીનેશનનો પ્રારંભ અમદાવાદની ચંદ્રવિલાસ હોટલે કર્યો હતો. 

12. આખા ગુજરાત-સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ 1856માં અમદાવાદમાં આંગડિયા સર્વિસ શરુ થઈ. ઊંઝાના જીવાજી ઈચ્છાજી પટેલે તે શરુ કરેલી. પછી તો આંગડિયા સર્વિસ એટલી ચાલી કે સરકારનો પોસ્ટ વિભાગ હલબલી ગયો. તેમની ઘરાકી ઘટી એટલે તેમણે કેસ કર્યો. વાત છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી જેમાં આંગડિયાઓની જીત થઈ હતી.

13. સરદાર પટેલ ટપાલીઓના યુનિયનના નેતા બન્યા હતા. એ વખતે ટપાલીઓ દિવસમાં ત્રણ ત્રણ વખત ટપાલ વહેંચવા જતા. પગાર મળતો હતો માત્ર 18 રૂપિયા. સરદાર પટેલને તેમની વાતમાં વજુદ લાગ્યું. તેમના નેતૃત્વમાં હડતાળ પડી. ટપાલીઓ જીત્યા અને પગાર 18નો 22 રૂપિયા થયો. 

14. બોપલ ગામ વસાવનારને તે વસાવવાનો યશ નથી મળ્યો. આ ગામની બહાર બોપલ દેસાઈ નામનો રબારી પોતાનાં પશુઓ લઈને બેસતો. લોકો કહેતા કે  બોપલ દેસાઈની વસાહતે જવું છે. તેમાંથી બોપલ નામ પડી ગયું. 

15. અમદાવાદમાં રાધનપુરના દિવાન સૈયર બાવા મિયાં કાદરીનો બંગલો હતો. એમના દીકરા એમ.બી.કાદરી અમદાવાદ શહેરના પ્રથમ ડેપ્યુટી મેયર બન્યા હતા.  તેમના પુત્ર આઈ.એમ.કાદરી મુંબઈના શેરિફ બન્યા હતા. હવે જો કે, આ બંગલો હોટલમાં પરિવર્તિત થયો      છે.
                                                                                                                            (સૌજન્ય: વેબ ગુર્જરી)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ