શહેરમાં પશ્ચિમ વિસ્તાર કોરોના વિસ્ફોટ થતા ચિંતાજનક આંકડાઓ બહાર આવી રહ્યા છે. સાઉથ બોપલ બાદ હવે, બોપલ વિસ્તારમાં કોરોના કેસમાં વધારો થયો છે . સફલ 1 અને 2 પરિસર બાદ બોપલ બ્રિજ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમા કોરોના કેસ વધ્યા છે. જેથી એએમસી દ્વારા ઇસ્કોનના 304 મકાનનોનો માઇક્રો કન્ટેઇમેન્ટમાં સમાવેશ કરાયો છે. તો બીજી તરફ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ વધારો થયો છે. છેલ્લા ઘણા મહિના બાદ માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોએ 20થી વધુ આંકડો પાર કર્યો છે.
અગાઉ 10થી 15 વચ્ચે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર રહેતા હતા. એએમસીએ નવા 22 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરતા ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યુ હોવાની પુષ્ટી થઇ રહી છે.
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે એએમસી દ્વારા તબક્કાવાર અનેક પગલા લીધા છે. ત્યારે કોરોના કેસ વધતા ફરી એકવાર એએમસી તંત્ર એક્શનમા આવ્યું છે . અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગૃપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કમિશનર મુકેશ કુમાર સહિત તમામ વિભાગના ડેપ્યુટી કમિશનર અને વિવિધ અધિકારીઓ વચ્ચે બેઠકમાં કોરોના અંગે સમિક્ષા કરાઇ હતી . જેમા હાલ અમદાવાદ શહેરમાં કુલ 111 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન સમાવેશ થાય છે. જે પૈકી આજે ૬ માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનને મુક્ત કરાયા હતા. તો નવા 22 માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારનો ઉમેરો કરાયો હતો. એએમસી દ્વારા માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કીનીગની કામગીરી હાથ ધરવામાં આવી હતી . આ સાથે સર્વેલન્સમા શંકાસ્પદ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ પણ કરવાના આવ્યા છે.