અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ શાસકો વચ્ચે શીતયુદ્ધ ચરમસીમાએ પહોચી ગયુ છે. નવા પશ્ચિમ ઝોનની બેઠકમાં ભારે હોબાળો થયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિસ્તારમાં રોડ ના બનતા હોવાની ભાજપ કોર્પોરેટરોએ ફરિયાદ કરી હતી. જે બાદ કમિશ્નરે ભાજપના સભ્યોને અપશબ્દ કહ્યાં હતા અને મામલો બીચકયો હતો. વેજલપુરના ભાજપના કોર્પોરેટર દિલીપ બગરીયાની કમિશ્નર વિજય નેહરા સાથે બબાલ થઇ હતી. જે બાદ કમિશ્નર સહીતના અધિકારીઓ મિટીંગ છોડીને જતા રહ્યા હતા. આ સમગ્ર મામલો ભાજપના અગ્રણી સુરેન્દ્ર પટેલ પાસે પહોચ્યો હતો. ભાજપના સભ્યોએ કમિશનર વિજય નેહરાને બદલવાની માગ પણ કરી હતી.