દેશના જુદા જુદા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે ગુજરાતના અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદ સહિત દેશના અન્ય એરપોર્ટના સત્તાવાર આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો છે.
એરપોર્ટ ઉડાવી દેવાના ધમકી ભર્યા મેલથી દેશની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. ધમકીના પગલે એરપોર્ટની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ સહિત ગુજરાતના એરપોર્ટને પણ ધમકીભર્યો મેલ મળ્યો છે.