અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી તારીખે સોમવારે અમદાવાદની મુલાકાતે આવવાનાં છે. ત્યારે તે દરમિયાન શહેરમાં 'નો ફ્લાય ઝોન' જાહેર કરવામાં નહીં આવે. ટ્રમ્પની મુલાકાત દરમિયાન પણ અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી તમામ ફ્લાઇટોનું નિયમિત સંચાલન કરવામાં આવશે. ફ્લાઇટ રદ કરવાનો એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય પાછો ખેંચાયો છે. મુસાફરોએ ઓછામાં ઓછા ત્રણ કલાક વહેલા એરપોર્ટ પહોંચી જવું પડશે. આ સાથે મુસાફરોને રોડ બંધ હશે ત્યારે ટિકિટની તેમજ આઇડી પ્રૂફની હાર્ડકોપી બતાવનારા મુસાફરોને જ જવા દેવામાં આવશે. મોબાઇલની કોપી મંજૂર કરવામાં આવશે નહીં.