આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની લાંચ કેસમાં ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અધિક સચિવ દિનેશ પરમારના સાગરીત ગિરીશ પરમારની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે, દિનેશ પરમાર ફરાર હતા. આ કેસમાં સરકારી ડેન્ટલ કોલેજનાં નિવૃત ડીન ગિરીશ પરમારે (Girish Parmar) બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે ફરિયાદી પાસેથી 30 લાખની લાંચ માગી હતી, જેમાં 15 લાખ રૂપિયા એડવાન્સ માગ્યા હતા. જો કે, એસીબીએ છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી.