અમદાવાદમાં આવેલા કાંકરિયામાં બાલવાટીકામાં આવેલી રાઇડ તૂટી પડી હતી. જેના પગલે પાંચથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાલવાટિકાના ગેટ નંબર 4 પાસે આવેલી રાઇટ તૂટી પડી હતી. જેના પગલે 5 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. છ મહિનામાં રાઇડ તૂટવાની બીજી ઘટના બની છે.
મળતી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાઇટ્સ નીચે હજી 10 લોકો દટાયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઘટનામાં 3 લોકોના મોત થયાની આશંકા સેવાઇ રહી છે. જ્યારે 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા સેવાઇ રહી છે.
મળતી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્તોમાં મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ રિવરફ્રન્ટમાં તૂટી હતી. જોકે, આ ઘટનાથી કોર્પોરેશને કોઇ બોધપાછ ન બમળ્યો હોાવનું કોંગ્રેસના નેતા આક્ષેપ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગૌરીવ્રત, જયા પાર્વતીનું વ્રત તેમજ રવિવાર સાથે હોવાથી આ રાઇડ્સમાં મનોરંજન માટે મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ અને યુવાનો મજા માણવા માટે આવ્યા હતા. ત્યારે આજે સાંજે એકાએક રાઈડ તૂટી પડી હતી.
ઘટનાના પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયું છે. અને લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથધરવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ક્ષમતા કરતા વધારે લોકો બેસાડવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ રાઇડને પેન્ડુલમ રાઇટ તરીકે ઓળખવામાં આવે છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી.