શહેરના દરિયાપુર વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં માનસિક અસ્વસ્થ મહિલાને બાળકો ઉઠાવનાર સમજી લોકોએ ફટકારી હતી. ઉપરાંત તેને પોલીસને સોંપતા પોલીસે કોર્ટના આદેશથી માનસિક હોસ્પિટલમાં મોકલી આપી હતી. જોકે, આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ દરિયાપુર પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધી છે. નોંધનીય છે કે, આવી જ એક ઘટના નારણપુરા વિસ્તારમાં બની હતી જેમાં ચોર સમજી મહિલાને મારતા તેનું મોત નિપજ્યું હતું. જેમાં વીડિયો વાયરલ થયા બાદ આ મામલે પોલીસે આરોપીઓને ઝડપી જેલમાં મોકલી આપ્યા હતા.
ગત તા. 3 સપ્ટે.ના રોજ દરિયાપુર વિસ્તારમાં રહેતા માનસિક અસ્વસ્થ મહિલાએ 3 વર્ષિય કિશોરને ઝૂંટવી લેવા પ્રયાસ કર્યો હતો. જેથી ટોળાએ તેને ફટકારી હતી અને વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ પોલીસ પાસે લઇ ગયા હતા. જ્યાં માનસિક અસ્વસ્થ યુવતીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તે સમયે પોલીસે તપાસ કરતા મહિલાના શરીર પર માર માર્યા અંગેના કોઇ જ ચિન્હો જણાઇ આવ્યા ન હતા.
જોકે, બે દિવસ બાદ માનસિક અસ્વસ્થ મહિલાને ફટકારતો વીડિયો વાયરલ થયો હતો અને કેટલાક અખબારમાં ન્યૂઝ પણ પ્રસિધ્ધ થયા હતા. જેથી આ મામલે તપાસ કરી દરિયાપુરના હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંગ માધવસિંહે મુમતાઝ શબ્બીર પઠાણ, ઉસ્માનગની સહિતના ટોળા સામે ફરિયાદ નોંધી હતી.