વાસણા ટેલીફોન એક્સચેન્જ પાછળ આવેલા સંભવતીર્થ ફ્લેટની દિવાલ બહાર ગેસ લાઈનમાં ખરાબીના કારણે ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ ફાયર બ્રિગેડ સમયસર ન પહોંચતા સ્થાનિક લોકોએ વાસણા વિસ્તારના કોર્પોરેટર અમિત શાહને ફાયર બ્રિગેડ અંગેની રજૂઆત કરી હતી. જોકે, તેમણે પણ ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અડધો કલાક નહિ પણ ૩ કલાક પણ થાય તમારા ઘરમાં આગ લાગી છે? જણાવી દઈએ કે, ત્યાર બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે 'આ રીતે જવાબ આપવો અયોગ્ય કહેવાય.
જણાવી દઈએ કે, આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.