અમદાવાદ શહેરમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો છે. પરિમલ ગાર્ડન પાસે આવેલા એક બિલ્ડિંગમાં આગ લાગી છે. આ જ બિલ્ડિંગમાં ત્રણથી ચાર હૉસ્પિટલ પણ આવેલી છે. પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેક્સ ના ત્રીજા માળે આગ લાગી હતી. આગના બનાવ બાદ હૉસ્પિટલમાંથી 10 જેટલા બાળકો સહિત 50થી વધારે લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. એવી પણ માહિતી મળી છે કે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બિલ્ડિંગની દીવાલ તોડવી પડી હતી. લોકોને રેસ્ક્યૂ કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. આગ લાગ્યાની જાણ થયા બાદ ફાયર બ્રિગેડ ની આઠથી 10 જેટલી ગાડી પહોંચી હતી. આગ લાગ્યા બાદ બિલ્ડિંગમાંથી ધૂમાડા બહાર નીકળતા જોઈ શકાતા હતા. આ જ કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી બાળકોની હૉસ્પિટલમાં 2019ના વર્ષમાં આગ લાગી હતી.