અમદાવાદ નિકોલ પોલીસે કઠવાડા GIDCમાં દવાની ફેક્ટરીમાં કામ કરતા 94 બંધુઆ મજૂરોને મુક્ત કરાવ્યા છે. નોંધનીય છે કેઆ 94 લોકોમાંથી 12 જેટલા બાળકો પણ હોવાનું સામે આવ્યું છે. આ લોકોને આસામ અને નાગાલેન્ડમાંથી પગારની લાલચે લાવવામાં આવ્યા હતા.
કઠવાડાની અલગ-અલગ કંપનીઓમાં મજૂરી માટે લઈ જવામાં આવતા હતા. આ લોકોને મુકેશ ભરવાડ નામનો વ્યક્તિ રિંગ રોડ પર અલગ-અલગ ઓરડીમાં રાખતો હતો. પોલીસે (Police) માહિતીના આધારે આ લોકોને મુક્ત કરાવ્યા છે અને મુકેશ ભરવાડની અટકાયત કરી છે.
પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકો જે આસામ અને નાગાલેન્ડના રહેવાસી છે તેમને ખોટી રીતે રાખવામાં આવ્યા છે. આ માહિતીના આધારે પોલીસે દરોડા પાડી આ લોકોને મુક્ત કરાવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે મુકેશ જેના લગ્ન આસામમાં થાય છે. તે ત્યાંના 2 દલાલ મારફતે લોકોને અહિંયા લઈને આવ્યો હતો.