અમદાવાદના એડોર ગ્રુપની એસ્પાયર-2 કન્સ્ટ્રકશન સાઇટ પર બનેલી દુર્ઘટના મુદ્દે પોલીસે કોન્ટ્રાક્ટરો સામે ગુનો દાખલ કરી 3ની ધરપકડ કરી છે. પોલીસે કોન્ટ્રાક્ટર સૌરભ શાહ, પેટા કોન્ટ્રાક્ટર દિનેશ પ્રજાપતિ અને કિરીટ પટેલની ધરપકડ કરી છે. પોલીસે IPCની કલમ 304 અને 114 મુજબ સદોષ માનવવધનો ગુનો નોંધ્યો છે. કોન્ટ્રાક્ટરો મજૂરોને સુરક્ષા વગર કામ કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.જો કે હાલ પૂરતી બિલ્ડરો (Builder) સામે કોઇ ફરિયાદ નોંધાઇ નથી.