અમદાવાદમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડ મામલે આજે અમદાવાદની સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા 22 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે 10 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, જ્યારે 8 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જેમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ઉર્ફે ડગરી, અરવિંદ અને અન્ય 8 સહિત મહિલાઓનો સમાવેશ થાય છે.
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ કેસમાં મિનિમમ 10 વર્ષની સજાની જોગવાઈ છે. આરોપીઓને વધુમાં વધુ સજા થવી જોઈએ. કારણ કે આટલા બધા લોકોના જીવ ગયા છે, આરોપીઓ સામે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે. આ કેસમાં દરેક ગુના માટે અલગ અલગ સજા થવી અને આ સજા ભોગવવાનો અલગ અલગ હુકમ થવો જોઈએ.
વર્ષ 2009માં અમદાવાદમાં કાગડાપીઠના મજૂરગામમાં 175 લોકોને ઝેરી દારૂની અસર થઇ હતી જેમાં 124 વ્યકિતઓનાં મોત થયાં હતાં અને 40 જેટલા લોકોની આંખ પણ જતી રહી હતી. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. ત્યારે આજે આ લઠ્ઠાકાંડ મામલે આજે સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.
જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2014માં સુપ્રીમ કોર્ટમાં આરોપીઓએ જામીન અરજી ફાઇલ કરી હતી. આ જામીન અરજીમાં લઠ્ઠાકાંડના કેસનો ઝડપી નિકાલ આવે તે માટે કેસ ડે ટુ ડે ચલાવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો.