શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ થઇ છે. ગઇકાલે મોડીસાંજથી વરસેલા વરસાદને કારણે અનેક લોકોના ઘરોમાં પાણી જ પાણી ભરાયું છે. અમદાવાદની સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તો સંકટ હજી ટળ્યું નથી. આજે પણ રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડમાં 14.62 ઇંચ, બોડકદેવ-વસ્ત્રાપુર વિસ્તારમાં 12.08 ઈંચ વરસાદ પડ્યો છે. શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતા ત્રણેય અંડરબ્રિજ બંધ કરવા પડયા હતા.. મોડી રાતે ફરી વરસાદ શરૂ થતાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ભારે હાલાકી ભોગવવી પડી છે. અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયા છે. જોકે, આજે સવારે મકરબા ક્રોસિંગ અંડરપાસ, પરિમલ અંડરપાસ, અખબારનગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ હજી બંધ છે. આ ઉપરાંતનાં તમામ અંડરપાસ ચાલુ છે.