નરોડાના લક્ષ્મીનગરમાં રહેતી ડિમ્પલના લગ્ન 2012માં રાજસ્થાનના સુનિલ સાથે થયાં હતાં પરંતુ લગ્નના બે મહિનામાં સાસરિયાએ મળી તેને ઍસિડ પીવડાવી દેતાં તેની શ્વાસનળી, અન્નનળી, આતંરડાં અને જઠરને નુકસાન થયું છે. સિવિલ હૉસ્પિટલમાં યોગ્ય સારવાર મળતાં ડિમ્પલે હાઈકોર્ટમાં પિટિશન કરતા કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ વળતર અને પ્લાસ્ટિક સર્જરી સહિતની તમામ સારવાર કરાવી આપવા મુદ્દે સરકારને નોટિસ પાઠવી છે.