કોંગ્રેસના ચાણક્ય અને કિંગમેકર કહેવાતા અહેમદ પટેલે સવારે 3 વાગ્યે દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતી. જેના બાદ તેમના નિધનના સમાચાર જાહેર કરાયા હતા. આ સમાચાર સાંભળતા જ કોંગ્રેસ પાર્ટીમાં દુખની લહેર પ્રસરી ગઈ છે. તેમની ભરૂચથી દિલ્હી સુધીની સફરથી સૌ કોઈ વાકેફ છે. પાર્ટીના અદના કાર્યકર તરીકે તેઓએ ભરૂચથી રાજકીય સફર આરંભી હતી, જેના બાદ પોતાના કામથી તેઓ ગાંધી પરિવારના લાડીલા બન્યા હતા. ત્યારે તેમના પરિવાર તરફથી માહિતી આપવામાં આવી કે, અહેમદ પટેલની દફનવિધિ તેમના વતન પીરામણ ગામમાં કરાશે. તેમના માતાપિતાની કબરની બાજુમાં જ તેમની દફનવિધિ કરાશે.