વડોદરાના સાન્ડેસરા ભાઈઓના મની લોન્ડરિંગ કૌભાંડની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમે શનિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની તેમના જ ઘરમાં 8 કલાક સુધી પૂછપરછ કરી હતી અને તેમનું નિવેદન રેકોર્ડ કર્યું હતું.
EDના અધિકારીઓના ગયા પછી અહેમદ પટેલે જણાવ્યું હતું કે, સરકારી મહેમાનો આવ્યા હતા અને તેમણે તેમના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. મને આશ્ચર્ય થાય છે કે ચીન, કોરોના વાયરસ અને બેરોજગારી સામે લડવાના બદલે સરકાર વિપક્ષ સામે લડી રહી છે. મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં અહેમદ પટેલે જણાવ્યું હતું કે તેમની સ્થિતિ એકદમ સ્પષ્ટ છે. તેમણે કશું છુપાવ્યું નથી. તેમણે સરકાર પર EDના દુરૂપયોગનો આક્ષેપ કરતાં કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક વખતે કોઈક મુશ્કેલીમાં મુકાય અથવા ચૂંટણી આવે એટલે તપાસ સંસ્થાનો ઉપયોગ કરે છે. તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે દરેક વખતે રાજ્યસભા, લોકસભા, વિધાનસભાની ચૂંટણીઓ અથવા સરકાર કટોકટીનો સામનો કરતી હોય ત્યારે તપાસ એજન્સીઓ સક્રિય થઈ જાય છે. કમનસીબે આ વખતે આર્થિક, સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સલામતીની બાબતમાં મોદી સરકારની નિષ્ફળતાઓ એટલી બધી છે કે કોઈપણ તપાસ એજન્સી તેમને આ બાબતો છુપાવવામાં મદદરૂપ નહીં થઈ શકે.